Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફુડ શાખા દ્વારા સરકારી ગોડાઉનોમાં ચેકિંગ

જામ્યુકો ફુડ શાખા દ્વારા સરકારી ગોડાઉનોમાં ચેકિંગ

બાજરો, તુવેરદાળ, ઘઉં, ચોખ્ખાના નમૂના લેવાયા : હાપા ગણેશ પંડાલમાં થયેલ ફુડ પોઈઝનીંગ બાબતે વઘારેલા ભાત અને છાશના નમૂના ચેકિંગમાં મોકલાવાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સરકારી ગોડાઉન સહિતની પેઢીઓમાં ચેકિંગ હાથ ધરી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતાં અને વડોદરા લેબમાં ચકાસણી અર્થે મૂકયા હતાં. તેમજ હાપા ગણેશ પંડાલમાં થયેલ ફુડ પોઇઝનીંગ બાબતે પણ વઘારેલા ભાત અને છાશના નમૂના તથા લંઘાવાડના ઢાળિયા પાસેથી છાશના નમૂના લઇ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાના ફુડ સેફટી ઓફિસર દ્વારા કમિશનર ડી એન મોદીની સૂચનાથી જામનગરના વિવિધ વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન બેડેશ્વરમાં આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમમાંથી બાજરો (લૂઝ), તુવેરદાળ, ઘઉં તથા ચોખ્ખાના નમૂના લઇ તેમજ ગ્રેઇનમાર્કેટ વિસ્તારમાં આવેલ જગદીશચંદ્ર એન્ડ કેસરયુકત પાન મસાલામાંથી વિમલ બ્રાન્ડના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત શ્રી વલ્લભબ્રાન્ડના સોજીના 500 ગ્રામ પાઉચમાંથી જીવાત નિકળી હોવાની ફરિયાદ મળી હોય. જેના પણ નમુના લેવામાં આવ્યાં હતાં. અને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત તાજેતરમાં હાપામાં ગણેશ પંડાલમાં થયેલ ફુડ પોઇઝનીંગ બાબતે પણ પ્રસાદના વઘારેલા ભાત અને છાશના નમૂના લીધા હતાં તેમજ લંઘાવાડના ઢાળિયે આવેલ બજરંગ ડેરી ફાર્મમાંથી પણ છાશનો નમૂનો લઇ વડોદરા ફુડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular