જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર મોટી બાણુંગારથી જાંબુડા પાટીયા તરફ જતાં રોડ પર તા.16ના સાંજના સમયે મોરબી તરફથી આવી રહેલી મોટર પાછળ ટ્રક ટકરાયો હતો. આ અકસ્માતમાં મોટરનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
આ અંગેની વિગત મુજબ, મોરબી જિલ્લાના અમરાપરના વતની અને ક્ધસ્ટ્રકશનનું કામ કરતા વિપુલભાઈ કરશનભાઈ ગરચળ તથા તેમના પિતા અને દાદા સહિતના વ્યક્તિઓ તેમની જીજે-36-એએફ-3501 નંબરની મોટરકારમાં મોરબથી દ્વારકા જઈ રહ્યા હતાં. આ દરમિયાન જામનગર-રાજકોટ હાઈવે પર મોટી બાણુંગાર ગામના પાટીયાથી આગળ જાંબુડા તરફ જતાં રોડ પર પહોંચતા પાછળથી જીજે-10-ટીવી-9928 નંબરના ટ્રકચાલકે પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી મોટરકારમાં પાછળથી ઠોકર મારતા મોટરકારને ભારે નુકસાન થયું હતું અને અકસ્માત સર્જી ટ્રકચાલક નાશી ગયો હતો. આ અંગે વિપુલભાઈ દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી જીજે-10-ટીવી-9928 નંબરના ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.