Wednesday, April 14, 2021
Homeરાજ્યગુજરાતકોરોનાના દર્દીઓએ હોસ્પીટલમાં સ્માર્ટફોન લઇ જવા પર પ્રતિબંધ !

કોરોનાના દર્દીઓએ હોસ્પીટલમાં સ્માર્ટફોન લઇ જવા પર પ્રતિબંધ !

- Advertisement -

ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેની સામે સુરતની સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશો દ્રારા એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હવેથી કોરોનાના દર્દીઓએ સ્માર્ટફોન લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. માત્ર સાદો ફોન લઇ જવાની છુટ આપવમાં આવી છે. જેના લીધે દર્દીઓ અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે.

- Advertisement -

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્રારા આવો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી દર્દીઓ અને તેના પરિવારજનોનું કહેવું છે કે તેમની ચિંતામાં વધારો થયો છે. કારણકે દર્દીઓના પરિવારજનોએ તેમની તબિયત અને હાલચાલ પૂછવા માટે વિડીયો કોલ કરીને વાત કરવામાં આવતી હતી. પરંતુ હવે માત્ર દર્દીઓને સાદો ફોન લઇ જવા દેવામાં આવી રહ્યો છે. એક બાજુ સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો સામે હવે સિવિલ હોસ્પિટલ દ્રારા નવો ફતવો લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.

સુરત શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 644 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 49632 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 81 કેસ સાથે દર્દી સંખ્યા 14819 પર પહોંચી છે.આજે 4 લોકોના કોરોનાથી મૃત્યુ થતાં મૃતકઆંક 1173 પર પહોંચ્યો છે.તો આજે 695 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular