Tuesday, September 27, 2022
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આવતીકાલથી કોરોના પ્રતિબંધ લાગુ કરાશે ??

ગુજરાતમાં આવતીકાલથી કોરોના પ્રતિબંધ લાગુ કરાશે ??

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ગઈકાલે રાજ્યમાં 3350 કેસ નોંધાયા હતા. ઉપરાંત ઓમીક્રોન વેરીયન્ટના સંક્રમણમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં તો 24 કલાકમાં જ કોરોનાના કેસ બમણા થયા છે. આજે 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેના પરિણામે ઘણા રાજ્યોમાં પ્રતિબંધો અને વિકેન્ડ કર્ફ્યું લાગુ કરાયા છે.

- Advertisement -

ગુજરાતમાં આવતીકાલે કોરોના ગાઈડલાઈન્સની અવધી પૂરી થઇ રહી છે. અત્યારે જામનગર સહીત 8 મહાનગરોમાં રાત્રીના 11 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું લાગુ છે. જેની અવધી આવતીકાલે 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. કોરોના કેસ વધતા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકમાં નવા નિર્ણયો લેવાઈ શકે છે. અને ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાં તેમજ રાત્રી કર્ફ્યુંના સમયમાં પણ વધારો થઇ શકે છે. આજે પણ કોરોના કેસ વધતા મુખ્ય સચિવનીઅધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવશે.

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2022 પણ રદ્દ કરવામાં આવી છે. અને અમદાવાદમાં યોજનાર પતંગોત્સવ અને ફ્લાવર શો પણ રદ્દ કરવામાં આવ્યા છે. શાળાઓમાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે. જેના પરિણામે પ્રાથમિક શાળાઓમાં પણ ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઉપરાંત અમદાવાદમાં AMTS અને BRTS પણ હવે 50% મુસાફરોની કેપેસીટી સાથે ચાલુ રહેશે. આજથી દીવ અને દમણમાં પણ ધો.1 થી 8ની શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે જણાવ્યું હતું કે આજે મોડી સાંજ સુધીમાં શાળાઓ અને કોલેજો ખુલી રાખવાને લઇને નવી એસઓપી જાહેર કરવામાં આવશે તેમાં નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular