Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના બજેટને પ્રજા પર બોજ ગણાવતાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરો

જામ્યુકોના બજેટને પ્રજા પર બોજ ગણાવતાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરો

બજેટમાં સૂચવેલ વેરા વધારો પાછો ખેંચવા કોર્પોરેટર જેનબ ખફી તથા રચના નંદાણિયા દ્વારા કમિશનરને આવેદનપત્ર

- Advertisement -

તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીમાં રજૂ થયેલ બજેટને અયોગ્ય અને પ્રજા પર બોજ સમાન ગણાવી બજેટમાં સૂચવેલ વેરા વધારો પાછો ખેંચવા વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી તથા વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2023-24નું જામનગર મહાનગરપાલિકાનું રૂા. 1079 કરોડનું ડ્રાફટ બજેટ સ્ટે. કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. જે અયોગ્ય અને પ્રજાના હિતો વિરુધ્ધનું અને મોંઘવારીમાં વધારો કરતું હોય, આથી બજેટમાં કરવામ)ં આવેલ વેરા વધારો પાછા ખેંચી પ્રજાના હિતમાં જુના વેરા ચાલુ રાખવા માગણી કરાઇ છે. કોરોનાના કારણે લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. ધંધા-રોજગાર પડી ગયા હતાં. તેવા સંજોગોમાં જામનગરની પ્રજા ઉપર લાદવામાં આવેલ રૂા. 53 કરોડનો બોજ ખૂબ જ વધુ અને અસહ્ય હોય, જે પરત ખેંચવા આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.

વધુમાં વર્ષ 2022-23ના બજેટમાં સમાવેશ કરેલ ઘણાં બધા કાર્યો હજૂ પૂર્ણ થયા ન હોય જેથી પ્રાથમિક સુવિધા વધુ પ્રાપ્ત થઇ નથી. જો જામનગર મહાનગરપાલિકા સુવિધાઓ પુરી પાડી શકતા ન હોય તો ટેકસ વધારો કરવાનો પણ અધિકાર રહેતો નથી. તેમ જણાવી આ વેરાવધારો નામંજૂર કરવા આવેદનપત્રમાં માગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular