Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ધો.10 અને ધો.12 ના તેજસ્વી છાત્રોના સન્માનનો કાર્યક્રમ

જામનગરના ધો.10 અને ધો.12 ના તેજસ્વી છાત્રોના સન્માનનો કાર્યક્રમ

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પણ સરસ્વતિ સન્માન સમારોહ યોજાશે

- Advertisement -

જામનગર શહેરની સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ ફાઉન્ડેશન) દ્વારા તાજેતરમાં ગુજરાત રાજય માધ્યમીક પરીક્ષા બોર્ડની ધો. 10 અને ધો.1ર વિજ્ઞાન પ્રવાહ અને ધો. 1ર સામાન્ય પ્રવાહની પિરક્ષામાં 70 પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવીને ઉર્તીણ થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ સન્માનીત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

- Advertisement -

જામનગર શહેરના ધો.10 તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે 70 કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે. તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ત્રણબતી પાસે આવેલા એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિરની સામે) તા.13-6-2022થી તા.30-6-2022 સુધીમાં સવારના 10 થી 1 સુધી અને સાંજે પથી 8 સુધીમાં સંપર્ક સાધી ફોર્મ મેળવી અને જરૂરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે. તેમજ વિધાર્થી સન્માન સમારોહની તારીખ, સમય અને સ્થળ નકકી થયે ફોર્મ ભરનારા વિધાર્થીઓને જાણ કરવામાં આવશે. આ અંગેની માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ)ની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular