જામનગરના શંકરટેકરી વિસ્તારમાં એક યુવતિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ઝાપટ ઝીંકી દીધી હોવા અંગે મહિલાઓ સહિત છ શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ ગત તા. 14ના રોજ શંકરટેકરી બાવાવાસમાં ફરિયાદી મીરાબેન કૈલાશભાઇ ગોહિલ નામની યુવતિ ગણપતિની આરતીમાં ગયા હતા અને આરતી પૂરી થયા બાદ ત્યા રહેતી આશાબેન અને તેની બે વહુઓ હાજર હતા તેણે ફરિયાદીને અમારા લતામાં કેમ આવેલ છો તેમ કહી જાતિ પ્રતયે હડધૂત કર્યા હતા તથા અન્ય 3 શખ્સોએ ગાળાગાળી કરી હતી. દરમ્યાન પાર્થ નામના શખ્સે ઝાપટ મારી હતી તથા ફરિયાદી તથા તેના ભાઇ દિપકને જ્ઞાતિ પ્રતયે અપમાનિત કર્યા હતા.
આ અંગે મીરાબેન દ્વારા આશાબેન અને તેમની બે વહુઓ, તુષાર ભીલ બાવાજી, કીશુબેન તથા પાર્થ સહિત છ શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.