Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરમોટી ગોપમાં ખેતરના સેઢે જૂગાર રમતા સ્થળે એલસીબીનો દરોડો

મોટી ગોપમાં ખેતરના સેઢે જૂગાર રમતા સ્થળે એલસીબીનો દરોડો

રેઇડ દરમિયાન પાંચ શખ્સોને 86,500 ના મુદ્દામાલ સાથે દબોચ્યા : મસીતિયામાંથી જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે : 11,850 ની રોકડ રકમ કબ્જે : જામનગર શહેરમાંથી જૂગાર રમતા સાત ખેલંદાઓ ઝડપાયા : 10,700 ની રોકડ રકમ એ ગંજીપના કબ્જે

- Advertisement -

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને એલસીબેએ રેઈડ દરમિયાન રૂા.86500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામની સીમમાં આવેલી ડાયા દેવશી કારેણાના ખેતરના સેઢે આવેલી ઓરડીના પાછળના ભાગે લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની એલસીબીના ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, દિલીપ તલાવડિયા અને કાસમભાઈ બ્લોચને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી.એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

રેઈડ દરમિયાન એલસીબીની ટીમે ભાવેશ લક્ષ્મણ નંદાણિયા, રજની નાથા કારેણા, ડાયા દેવશી કારેણા, મનસુખ પુંજા વાઢીયા, સામત કરશન વાઢીયા નામના પાંચ શખ્સોને રૂા.31,500 ની રોકડ રકમ, રૂા.55 હજારની કિંમતની બે બાઈક અને ગંજીપના સાથે રૂા.86,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં આવેલ સીમ વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા અકબર અબ્દુલ ખફી, આશિફ અબ્બાસ ખફી, અનવર હુશેન ખફી, સાહીલ કાસમ ખફી નામના ચાર શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના નંદનવન સોસાયટીમાં આવેલી આંગણવાડીની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ, નિરુ ચંદિયાભાઈ ગુડીયા, રતીરામ લજુ અહેલવાર, ભવાનસીંગ સોનીસીંગ ઠાકોર, ગોવીંદસીંગ પરમસીંગ ગોંડ, નોનઈલાલ ભયાલાલ ગોંડ, સીતારામ મોહન પટેલ નામના સાત શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.10,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular