Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરગોકુલનગરમાં 65 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

ગોકુલનગરમાં 65 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

દારૂની બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂપિયા 82,500 નો મુદામાલ કબજે : વુલનમિલ પાસેથી એક મહિલાના મકાનમાંથી 62,000 દારૂના ચપટા ઝડપાયા

- Advertisement -

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસે મોટરકારમાંથી બે શખ્સોને રૂપિયા 32,500ની કિંમતની 65 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા.વુલનમિલ પાસેથી પોલીસે એક મહિલાને 62 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. જામનગરના ગોકુલનગર આશાપુરા સર્કલથી દિગ્વિજય પ્લોટ 49 તરફ જતાં માર્ગ પરથી એક શખ્સ બે નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. ભોયવાડા પાસેથી એક શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ગોકુલનગર સાયોના શેરી નં. 7 ડીના ખાચા પાસેથી બે શખ્સો દારૂની હેરફેર કરતા હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે રેઇડ દરમ્યાન જીજે-10 સીએન 3591 નંબરની મોટરકારમાંથી કેયુર ઉર્ફે કૈયલો ગિરીશ ડોબરિયા તથા ભાગ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદા નામના બે શખસોને રૂપિયા 32300ની કિંમતની 65 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા અને રૂપિયા 32500ની કિંમતનો દારૂ તથા રૂા. 50,000ની કિંમતની મોટરકાર સહિત કુલ રૂપિયા 82500નો મુદામાલ કબજે કર્યો હતો.

બીજો દરોડો જામનગરના વુલનમિલ પાછળ ડિફેન્સ કોલોની મકાન નં. 306માં મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે એક મહિલાને રૂા. 6200ની કિંમતના 62 નંગ અંગ્રેજી દારૂના ચપટા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં ગોકુલનગર આશાપુરા સર્કલથી દિગ્વિજય પ્લોટ 49 રોડ તરફ જતાં માર્ગેથી સીટી સી પોલીસે જયેશ સાજણ પિંગળ નામના શખ્સને રૂપિયા એક હજારની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ દારૂની બોટલો તથા એકટિવા સહિત કુલ રૂપિયા 30000ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો.

ચોથો દરોડો સીટી એ પોલીસે ભોયવાડા પાસેથી ભાવિન કિશોર વાળા નામના શખ્સને રૂપિયા 500ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular