Saturday, October 12, 2024
Homeરાજ્યનિષ્ઠુર જનેતા: ઓખામાં તાજા જન્મેલા બાળકને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે...

નિષ્ઠુર જનેતા: ઓખામાં તાજા જન્મેલા બાળકને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે ફરિયાદ

- Advertisement -

ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાંથી આજરોજ સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -


આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં આવેલા જુના જકાત નાકા પાસે સમીર સી ફૂડ નામના દંગાની સામે આવેલા એક ઉકરડા જેવી જગ્યામાં વાંસના બાંબુની બખોલમાં આજરોજ સવારે આશરે અગિયારેક વાગ્યે એક માસૂમ બાળકનો મૃતદેહ પડયો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. જે અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઇ. મકવાણા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અહીં રહેલા માસૂમ બાળકના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. તાજા જન્મેલા આ નવજાત બાળકના મૃતદેહની મેડિકલ તપાસણી અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક રહીશની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને ત્યજી દેનારી અજાણી સ્ત્રી મહિલા સામે આઈ.પી.સી. કલમ 318 મુજબ ગુનો નોંધી તેણીની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર બનાવે ઓખામંડળમાં ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular