ભાણવડ તાબેના નવાગામ ખાતે રહેતા પારસભાઈ ચનાભાઈ પીપરોતર નામના 19 વર્ષના યુવાન તેમના પરિવારના એક મહિલા સાથે વાડીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની વાડીમાંથી આવી, અને આ જ વિસ્તારમાં રહેતા હરેશ ગોરધનભાઈ જાવીયા નામના યુવાને કોઈ કારણોસર બોલાચાલી કરી, પારસભાઈને પાવડાનો ઘા મારી, ક્રેકચર સહિતની ઇજાઓ કરવાના બનાવ અંગે ભાણવડ પોલીસે હરેશભાઈ સામે આઇ.પી.સી. કલમ 325 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.