Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરપ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય આર.સી.ફળદુ તેમજ કૃષ્ણમણિજી મહારાજ, દેવપ્રસાદજી મહારાજ, વલ્લભરાયજી મહોદય, ધર્મનીધિ મહારાજ સહિતના સંતો-મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત

- Advertisement -

જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજથી 25 સપ્ટેમ્બરસુધી ત્રિદિવસીય મહામતિ પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો છે.

- Advertisement -

પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં વહેલી સવારે તારતમ સાગરની અખંડ પારાયણનો કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થયો હતો.

- Advertisement -

પ્રતિવર્ષે મહામતી જેમ આ વર્ષે પણ આજથી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. ત્રિદિવસીય પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના પ્રારંભે જામનગરના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી જામનગરના પૂ. વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. ધર્મનિધિજી મહારાજ, બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલય પ્રેમીલાબેન, એશ્વર્યાબેન સહિતના સંતો મહંતો ઉપરાંત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાર્થના અધ્યક્ષ ભરતભાઈ મોદી, શહેર ભાજપ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસનના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, જામનગર પત્રકાર મંડળના મંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, કોર્પોરેટરો દિવ્યેશભાઈ અકબરી, ગોપાલભાઈ સોરઠીયા, તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, પૂર્વ ભાજપના મહામંત્રી ડો.વિનોદભાઈ ભંડેરી, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ સંયોજીકા હીનાબેન અગ્રાવત સહિતના સામાજીક તેમજ રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને દિપ પ્રાગટય કરીને મહાનુભાવોએ કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ચાલી રહેલ પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે પ્રસંગીક ઉદબોધન કરતા 108 કૃષ્ણમણીજી મહારાજે મહામતી પ્રાણનાથજીના જીવન અંગે વાત કરી સમગ્ર વિશ્વને શાંતિ અને એકતાના તાંતણે બાંધવા “સુખ શિતલ કરું સંસાર” યુક્તિને ચરીતાર્થ કરી હતી. મુગલોના આક્રમણ વચ્ચે હિન્દુ ધર્મના રક્ષણ તેમજ સંરક્ષણ માટે મહામતિ પ્રાણનાથજીએ દેશ-વિદેશમાં જાગણીનું કાર્ય કર્યું હતું. સદગુરૂ દેવચંદ્રજી પાસેથી દીક્ષા લઈને વિશ્વમાં પ્રણામી ધર્મને પ્રસ્થાપિત કરનાર પ્રાણનાથજીના જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. હાલમાં ઇતિહાસકારો મહામંત્રી પ્રાણનાથજીના જીવન અને તેના યોગદાન ઉપર સંશોધન કરી રહ્યા છે. ત્યારે મહામતી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવના પાવન પ્રસંગે લોકોએ પોતાના જીવનમાં પણ તેમના વિચારો ઉતારી ધન્ય બનવા આહવાન કર્યું હતું.

- Advertisement -

પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે એટલે કે, આવતીકાલે સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યાર બાદ બપોરે 4 કલાકે 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘પ્રાણનાથ મેડી મંદિર’ થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુન: ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.

તા. 25 સપ્ટેમ્બર, 2022 ને રવિવારના રોજ તારતમ સાગરના 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે. જામનગરમાં શરૂ થયેલા ત્રિદિવસીય પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સવારે 9 થી 11:30 તારતમવાણીની ચર્ચા કરવામાં આવી હતી . બપોરે 4 થી 6:30 સત્સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્યા, રાસ – ગરબા, ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર, જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિતો પણ ધાર્મિક મહોત્સવમાં લાભ લેવા આવી પહોંચ્યા હતા.

ધાર્મિક વ્યાખ્યાનોમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજ તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્યાખ્યાનો અને તારતમ સાગરની ચર્ચાનો ભાવિકો ધર્મલાભ લઇ રહ્યા છે. આ મહોત્સવના સુચારુ સંચાલન – વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓના કાર્યકરો ખડેપગે સેવા આપી રહ્યા છે. આજથી શરૂ થયેલા પ્રણનાથ પ્રાગટ્ય મહોત્સવનાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદનસૌરભ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular