જામનગર તાલુકાના ચેલા ગામમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી તીનપતિનો જુગાર રમતા ચાર શખ્સોને રૂા.20,540 ની રોકડ રકમ અને મસીતિયા રોડ પરથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.14240 ની રકમ તેમજ ચેલામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.12670 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં આવેલા વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતો હોવાની પો.કો. જયપાલસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.જે. રાઠોડ, એએસઆઈ પી.કે. જાડેજા, એમ.એલ. જાડેજા, પો.કો. સુમિત શિયાળ, પોલાભાઈ ઓડેદરા, ભયપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નન્ને મનોજ પાલ, બિપીન રાજાભૈયા જાટવ, મનોજ બલરામ જાટવ, બિપીન શ્યામસુંદર જાટવ સહિતના ચાર શખ્સોને રૂા.20540ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પરથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સત્યેન્દ્ર રાજેન્દ્ર રોય, જોખુલાલ હીરાલાલ રાજભર, રણજીત બીજનંદન ઢાળી, હરમાનસીંગ તુલસીરામ પટબા નામના ચાર શખ્સોને રૂા.14240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. અને ત્રીજો દરોડો, જામનગર તાલુકાના ચેલા ગામમાં વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમા તીનપતિનો જૂગાર રમતા ચંદ્રકુમાર બલરામ જાટવ, આદેશ બલવીર જાટવ, અજય કલુ શ્રીવાસ, રાજુ તુલસીરામ જાટવ સહિતના ચાર શખ્સોને પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.12670 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. આમ પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે જુદા જુદા ત્રણ દરોડામાં રૂા.47,450 ના મુદ્દામાલ સાથે 12 ખેલંદાઓને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.