તાઈવાન અને ચીન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ફરીથી બીજા યુદ્ધની ગંધે આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ સમયે ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
સ્થિતિ વણસી રહી છે અને ચીને તાઈવાનને ડરાવવા માટે તાઈવાનની આસપાસના વિસ્તારોમાં મિસાઈલ છોડી દીધું છે. નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે આવ્યા હતા. તેઓની તાઈવાનની મુલાકાત પહેલા જ ચીન અમેરિકાને ચેતવણી આપી અને સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે તાઈવાનમાં ચીનની સાર્વભૌમત્વ સાથે રમત રમાઈ રહી છે. પરંતુ ન તો અમેરિકા ઝૂક્યું અને ન તો નેન્સી પેલોસી. અમેરિકન સંસદનાં અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈપેઈની મુલાકાતના વિરોધમાં તાઈવાનના જલડમરુ વિસ્તારમાં ચીને શરૂ કરેલા યુદ્ધઅભ્યાસમાં તેના એરક્રાફ્ટ કેરિયર અને પરમાણુ સબમરીનને પણ સામેલ કર્યા છે. ચીન તાઈવાનને પોતાનો પ્રદેશ ગણાવે છે ત્યારે પીપલ્સ લીબરેશન આર્મી (પીએલએ)ના નેવલ રિસર્ચ એકેડમીમાં સિનિયર રિસર્ચ ફેલો ઝાંગ જુન્સેએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, તાઈવાનને ઘેરીને છ ઝોનમાં શરૂ કરાયેલી પીએલએની ગુરુવારથી રવિવાર સુધીની ડ્રીલમાં તેનું સૌપ્રથમ એરક્રાફ્ટ કેરયિર ગૂ્રપ તેની તાકતનું પ્રદર્શન કરશે.