કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં પાણી ભરેલા કુંડિયામાં પાણી પીવા જતાં સમયે અકસ્માતે પડી જતાં 6 વર્ષના માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નિપજયું હતું.

બનાવની વિગત મુજબ મઘ્ય પ્રદેશના અલીરાજપૂર જિલ્લાના ભાભરા તાલુકાના શેજાવાળા ગામના અને હાલ કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમમાં આવેલા શિવાભાઇ રાણપરિયાના ખેતરમાં મજૂરીકામ કરતાં વિજયસિંહ યાનસિંહ ગણાવા નામના યુવાનનો પુત્ર મેહુલ ગણાવા (ઉ.વ. 6) નામનો બાળક શુક્રવારે બપોરના સમયે ખેતરમાં પાણી ભરેલા કુંડિયામાંથી પાણી પીવા ગયો ત્યારે અકસ્માતે કુંડિયામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી બેશુઘ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા વિજયસિંહ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ જી. આઇ. જેઠવા તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.