Thursday, May 30, 2024
Homeરાજ્યજામજોધપુર પંથકમાં પાણીની ડોલમાં ડુબી જતાં બાળકનું મૃત્યુ

જામજોધપુર પંથકમાં પાણીની ડોલમાં ડુબી જતાં બાળકનું મૃત્યુ

સખપુરના સીમ વિસ્તારમાં શનિવારે બનાવ: રમતા રમતા આદિવાસી બાળક ડુબી ગયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના સખપુર ગામના વાડીવિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં આદિવાસી યુવાનનો દોઢ વર્ષનો પુત્રનું પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના શાળ ગામના વતની અને જામજોધપુર તાલુકાના સખપુર ગામની સીમમાં આવેલી જગદીશભાઇના ખેતરમાં મજુરી કામ કરતાં કાતિયાભાઇ ગુલ્લાભાઇ ભુરિયા નામના આદીવાસી શ્રમિક યુવાનનો દોઢ વર્ષનો પુત્ર ઇશ્ર્વર શનિવારે સવારના સમયે તેના ઘરે રમતો હતો તે દરમ્યાન પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડુબી જવાથી બેશુધ્ધ થઇ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા કાતિયાભાઇ દ્વારા જાણ કરતાં એએસઆઇ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular