જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં કર્મચારીને આજે બપોરે જામનગર એસીબીની ટીમે ફુડ લાયસન્સ માટે રૂા.500ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેેળવવા માટે લાંચ લેવાતી હોવાની એસીબીને મળેલી ફરિયાદના આધારે રાજકોટ મદદનીસ નિયામક એ.પી.જાડેજાના માર્ગ દર્શન હેઠળ પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. જેમાં એક જાગૃત નાગરિકને મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂા.500ની લાંચ માંગી હોવાની જાણના આધારે આજે બપોરે કાલાવડ નાકા બહાર દીપ વસ્તુ ભંડાર પાસેથી એસીબીની ટીમે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં ડાયા કરશન હુણ નામના વર્ગ-4ના કર્મચારીને રૂા.500ની લાંચ લેતાં રગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.