Wednesday, May 20, 2026
Homeરાજ્યહાલારદ્વારકા-ઓખા ધોરીમાર્ગ પરથી યુવકની લોહીલુહાણ લાશ મળી આવી

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પરથી યુવકની લોહીલુહાણ લાશ મળી આવી

ભીમરાણા તરફ જવાના માર્ગ પરથી મૃતદેહ સાંપડયો : એક્સેસ મોટરસાયકલ મળી આવ્યું : ઇજાના નિશાનના કારણે હત્યાની આશંકાએ તપાસ : પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઇલ ડિટેઇલની તપાસ

દ્વારકા-ઓખા હાઈવે પર ગઈકાલે મંગળવારે એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જામનગરથી ભીમરાણા તરફ જવા નીકળેલા યુવરાજસિંહ જાડેજા (ઉં.વ. 19) નામના યુવાનનો મૃતદેહ માર્ગ કિનારે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ નજીકથી તેની એક્સેસ મોટરસાયકલ પણ મળી આવતા ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.

- Advertisement -

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. યુવકના શરીરે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા પ્રાથમિક રીતે અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ઘટનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હત્યાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. સાથે જ આસપાસના વિસ્તારોમાંથી માહિતી એકત્રિત કરવાની તેમજ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બનાવને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

યુવરાજસિંહનું મોત અકસ્માતના કારણે થયું છે કે પછી કોઈ અજાણ્યા તત્વોએ તેને નિશાન બનાવ્યો છે? તે અંગેનો ભેદ હવે પોલીસ તપાસ બાદ જ ખુલશે. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત અને હત્યા એમ બંને એંગલ પરથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular