Wednesday, May 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ

ખંભાળિયામાં વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં ત્રણ શખ્સોએ પીજીવીસીએલના પોલ ડેમેજ કર્યા બાદ પીજીવીસીએલની ટીમ રીપેરીંગ કરવા આવી ત્યારે ત્રણેય શખ્સોએ પીજીવીસીએલની ટીમની ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં વિક્રમ રાયદે આંબલિયા, દેવાયત રાયદે આંબલીયા અને બીપીન ગાગીયા નામના ત્રણ શખ્સોએ કોઈ કારણસર યેનકેન પ્રકારે પીજીવીસીએલની લાઈનની સ્વીચ કાપી અને તેનો પોલ ડેમેજ કરી, સરકારી મિલકતને આશરે રૂપિયા 8,000 જેટલું નુકસાન કર્યું હતું.

આ પછી પીજીવીસીએલનો સ્ટાફ રીપેરીંગ કામે તેમની ફરજ પર આવ્યો હતો, ત્યારે આરોપીઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી નાખવાની ધમકી આપ્યાની તથા રીપેરીંગ કામ નહીં કરવા દઈ, વીજ કર્મીઓની ફરજમાં રૂકાવટ કરવા સબબ સંજયભાઈ ભીમશીભાઈ પાથર (ઉ.વ. 35, રહે. ભાણવડ) દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular