વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાત વર્ષ પૂર્ણ થતાં તેના અનુસંધાને સેવાકાર્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિ સમગ્ર ભારતમાં રક્ત ની મોટી જરૂરિયાત ઊભી થઈ છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જીલ્લા શહેરો ઉપર કેમ્પ કરી વઘુમા વઘુ બ્લ્ડ યુનીટ કરવાનો સંકલ્પ લીધો હતો. જેના ભાગરૂપે વોર્ડ નંબર 1 થી 4 મા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારિયા કોર્પોરેટરો સુભાષભાઇ જોશી, ડિમ્પલબેન રાવલ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા ઉપરાંત ભાવિષાબેન ધોળકિયા સહિતના ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.