Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી બાઈક તસ્કર ઝડપાયો, આઠ ચોરાઉ બાઈક કબ્જે

જામનગર શહેરમાંથી બાઈક તસ્કર ઝડપાયો, આઠ ચોરાઉ બાઈક કબ્જે

સિટી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દબોચ્યો : જામનગર અને રાજકોટમાંથી આઠ બાઈક ચોરી આચરી : રૂા.1,70,000 ના આઠ બાઈક કબ્જે કર્યા

- Advertisement -

જામનગર શહેરમાં થતી બાઈકચોરીનો ભેદ ઉકેલવા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે અંબર ચોકડી પાસેથી ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં બાઈક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. તેમજ વધુ પૂછપરછ દરમિયાન જામનગર અને રાજકોટમાંથી આઠ બાઈક ચોરી આચરી હોવાની કેફિયતના આધારે પોલીસે આઠ ચોરાઉ બાઈક કબ્જે કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંબર ચોકડીથી ગીતા લોજ તરફના રસ્તા પર ચોરાઉ બાઇક સાથે શખ્સ પસાર થવાની એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, પો.કો. મયુરસિંહ જાડેજા અને સાજીદભાઈ બેલીમને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, રાજેશ વેગડ, હેકો ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે વોચ ગોઠવી નંબર પ્લેટ વગરના બાઈકચાલકને આંતરીને પૂછપરછ કરતાં વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા જાડેજા (રહે. ભાતેલ, તા. ખંભાળિયા) નામના શખ્સ પાસે બાઈકના દસ્તાવેજની પૂછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાની પૂછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતા પોલીસે આકરી પૂછપરછ કરતા બાઈક ચોરાઉ હોવાની કેફિયત આપી હતી.

જેથી પોલીસે વિજયસિંહની વધુ પૂછપરછ કરતાં જામનગર અને રાજકોટમાંથી આઠ બાઈકચોરી આચરી હોવાનું જણાવતા પોલીસે સિટી બી ડીવીઝન વિસ્તારમાંથી ચોરેલું જીજે-03-ઈએમ-7262 નંબરનું તથા સિટી સી ડીવીઝન વિસ્તારમાંથી જીજે-10-ડીએચ-0444 અને જામનગર પંચકોશી બી ડીવીઝન વિસ્તારમાંથી જીજે-10-એકયુ-3947 અને જીજે-10-એએ-2856 તથા રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જીજે-23-એએ-5190 નંબરનું તથા મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જીજે-10-બીએસ-7570 નંબરનું, તેમજ સમર્પણ સર્કલ પાસેથી ચોરેલું જીજે-10-જે-3184 અને લાલપુર બાયપાસ ચોકડી પાસેથી જીજે-10-સીબી-7291 નંબરનું બાઈક ચોરી કર્યાની કેફિયતના આધારે પોલીસે રૂા.1,70,000 ની કિંમતના આઠ ચોરાઉ બાઈક કબ્જે કર્યા હતાં. ઉપરાંત વિજયસિંહ અગાઉ દ્વારકા, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન અને રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું ખૂલ્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular