અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે આયોજિત ‘બીગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યો છે અને હવે તે ભારત સાથે પણ કંઈક આવું જ કરશે એટલે કે ભારત અને અમેરિકા વચ્ચે થઈ શકે છે વેપારને લઇને કરારો અથવા તો ‘બીગ ડીલ’ ટ્રમ્પે વૈશ્વિક ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેમાં 26% ટેરિફ ભારત પર લાદવામાં આવ્યો હતો. પરંતુ, તે, 90 દિવસ માટે મુલત્વી રાખવામાં આવ્યો છે.
આ એક તક છે ભારત માટે ટ્રમ્પ કહે છે કે, તેની ટેરિફ નીતિથી યુએસ અર્થતંત્રને ફાયદો થશે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગઈકાલે ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે હવે અમારી પાસે ભારત સાથે એક કરાર આવી રહ્યો છે જ્યારે વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બન્ને અર્થતંત્રને થશે. ત્યારે આ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે, બન્ને દેશોમાં ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનો માટે વધુ બજાર પહોંચ. ટેરીફ ઘટાડો અને નોન ટેરિફ અવરોધો પર કેન્દ્રીત છે. આ કરારનું ધ્યેય 2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેના વાર્ષિક દ્વિપક્ષીય વેપારને વર્તમાન ડોલર 190 બિલિયનથી વધારીને ડોલર 500 બિલિયન કરવાનો રહેશે.