Friday, March 29, 2024
Homeરાજ્યભાણવડમાં વધુ પોણા ત્રણ ઈંચ સાથે જિલ્લામાં સરેરાશ 100 ટકા વરસાદ

ભાણવડમાં વધુ પોણા ત્રણ ઈંચ સાથે જિલ્લામાં સરેરાશ 100 ટકા વરસાદ

અન્ય ત્રણ તાલુકાઓમાં ધીમીધારે ઝાપટા: ભાણવડનો વર્તુ-2 ડેમ છલકાતા તંત્ર દ્વારા લોકોના સ્થળાંતર સહિતની તજવીજ

- Advertisement -

જામનગર-રાજકોટ વિગેરે જિલ્લાઓમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ અનેક આ જિલ્લાઓમાં સ્થળોએ ખાનાખરાબી સર્જી દીધી છે. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડો પરંતુ મહદંશે માફકસર વરસાદ વરસ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે ખંભાળિયા પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ સહિત સચરાચર વરસાદ વરસી ગયા બાદ છેલ્લા બે દિવસ થયા ધીમીધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે કોઈ મોટી જાનહાની થવા પામી નથી. આ વરસાદના કારણે જિલ્લાના અનેક જળાશયોમાં વ્યાપક પ્રમાણમાં નવું પાણી સંગ્રહિત થયું છે. જેના કારણે જિલ્લાના 14 પૈકી 6 ડેમો ઓવરફલો થઈ ગયા છે. જિલ્લામાં ગઈકાલે વધુ એક ભાણવડનો વર્તુ-2 ડેમ ઓવરફલો થતા અને નીચાણવાળા વિસ્તારોમાં ખાના ખરાબીની દહેશત વચ્ચે તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલા લેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મહદંશે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. પરંતુ ભાણવડ તાલુકામાં મેઘરાજાએ દિવસ દરમ્યાન અવિરત રીતે વરસાદ વરસાવી પોણા ત્રણ ઈંચ (66 મિલીમીટર) પાણી વરસાવી દીધું છે. જેના કારણે ભાણવડ તાલુકામાં મોસમનો કુલ વરસાદ 30 ઈંચથી વધુ (755 મિલીમીટર) સાથે કુલ સરેરાશ 107.40 ટકા નોંધાયો છે.

ગઈકાલના ધોધમાર વરસાદથી ભાણવડમાં આવેલો વર્તુ-2 ડેમ ઓવરફ્લો થઈ જતાં આ ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની અને શક્યતા વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ અંગે માહિતગાર કરી અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.
એટલું જ નહીં, નીચાણવાળા વિસ્તારો તેમજ નદીતટના વિસ્તારોમાંથી લોકોએ સલામત સ્થળે સ્થળાંતર કરી લેવા અને આ વિસ્તારમાં અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્તુ-2 ડેમ ઓવરફલો થતા નજીકના જામરાવલ વિસ્તારમાં લોકોને હાલાકી સજાવવાની દહેશત વચ્ચે તંત્ર એકશનમાં આવી ગયું છે. અને ખાના-ખરાબી ના થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જોકે 107 ટકા વરસાદ વરસી ગયા બાદ ગત રાત્રીથી ભાણવડ પંથકમાં મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

આ સાથે દ્વારકા તાલુકામાં ગઈકાલે મંગળવારે સવારના 13 મિલીમીટર વરસાદ મેઘ વિરામ રહ્યો હતો. હાલ દ્વારકા તાલુકામાં કુલ 22 ઈંચ (551 મી.મી.) સાથે મોસમનો કુલ વરસાદ 108.68% વરસી ગયો છે.
ખંભાળિયા શહેરમાં પણ ગઇકાલે આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા છાંટા વરસ્યા હતા અને 24 કલાક દરમિયાન માત્ર 10 મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ સાડા ત્રીસ ઈંચથી વધુ (કુલ 98.08 ટકા) વરસી ગયો છે. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે વઘુ 10 ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ ઈંચ (96.01 ટકા) વરસી ગયાનું નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સરેરાશ સો ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગતરાત્રીના નવેક વાગ્યાથી સાર્વત્રિક મેઘમહેર રહેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular