કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતાં વિપ્ર યુવાનને તેની પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. તેમજ યુવાનના ભાઇ તથા ભાભી સાથે પણ પત્ની નાની નાની બાબતોમાં બોલાચાલી કરતી હોવાથી પત્નીના ઘરકંકાસથી કંટાળીને પતિએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા દિલીપભાઈ પરબતભાઈ ઓડીચ (ઉ.વ. 24) નામના બ્રાહ્મણ યુવાનને તેમના પત્ની સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. આટલું જ નહીં, દિલીપભાઈના ભાઈ તથા ભાભી સાથે પણ તેમના પત્નીને નાની-નાની વાતમાં બોલાચાલી તેમજ રકઝક થતી હતી. આ બાબતથી કંટાળેલા દિલીપભાઈ ઓડીચને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે પશુઓમાં જીવાત મારવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.


