Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જામવંથલીમાં વધુ આઠ ઈંચ વરસાદ ખાબકયો

જામનગરના જામવંથલીમાં વધુ આઠ ઈંચ વરસાદ ખાબકયો

જામજોધપુરમાં સવા ત્રણ અને ધ્રાફામાં ત્રણ ઈંચ વરસાદ : ફલ્લા, સમાણા, ધુનડા, વાંસજાળિયા, મોટી બાણુંગરમાં દોઢથી બે ઈંચ વરસાદ : લાલપુર અને જામનગરમાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું : જોડિયામાં પોણો અને કાલાવડમાં વધુ અડધો ઈંચ ખાબકયો

- Advertisement -

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 72 કલાકથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાં અતિવૃષ્ટિથી પારાવાર નુકસાની થઈ છે અને અસંખ્ય પશુઓના તેમજ અનેક લોકોના મોત નિપજ્યા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જિલ્લામાં જામનગર તાલુકાના જામવંથલીમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુરમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો અને જામજોધપુરના ધ્રાફામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ છે. જ્યારે ધ્રોલમાં પોણા બે ઈંચ, જામનગર-લાલપુરમાં સવા-સવા ઈંચ વધુ વરસાદ પડયો છે. જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પ્રથમ રણજીતસાગર ડેમ ઓવરફલો થયો હતો અને ત્યારબાદ લાલપુર તાલુકાના પીપળી ગામ પાસે આવેલ સસોઇ ડેમ પણ ઓવરફલો થઈ જતાં લોકોમાં ખૂબ જ આનંદ વ્યાપી ગયો છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને જામનગર-રાજકોટ અને જૂનાગઢમાં મેઘકહેરથી અતિવૃષ્ટિ થઈ છે. જેના કારણે મોટું નુકસાન થયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં મેઘકહેર અવિરત રહેતા જામનગર તાલુકાના જામવંથલી ગામમાં વધુ આઠ ઈંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે જામજોધપુરમાં સવા ત્રણ ઈંચ અને ધ્રાફામાં ત્રણ ઈંચ વરસાદ પડયો છે તેમજ જામનગર તાલુકાના ફલ્લા અને મોટી બાણુંગાર, જોડિયા તાલુકાના હડિયાણામાં અને જામજોધપુર તાલુકાના સમાણા, વાંસજાળિયા, ધુનડામાં બે-બે ઈંચ પાણી પડયું હતું તેમજ ધ્રોલમાં દોઢ ઈંચ અને લાલપુર તથા જામનગરમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો હતો અને જોડિયામાં પોણો ઈંચ તથા કાલાવડમાં વધુ અડધો ઈંચ વરસાદ પડયો છે.

તેમજ ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી અને જામનગર તાલુકાના અલિયાબાડા, જોડિયાના બાલંભા અને પીઠડ, લાલપુરના પીપરટોડા, જામજોધપુરના પરડવામાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું હતું. ઉપરાંત લાલપુરના મોટા ખડબા, જામજોધપુરના જામવાડી, શેઠવડાળા અને કાલાવડના નવાગામમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો તથા જામનગર તાલુકાના વસઈ, ધ્રોલના લતીપુર, કાલાવડના ખરેડી, લાલપુરના ભણગોરમાં પોણો-પોણો ઈંચ અને ધ્રોલના લૈયારા, કાલાવડના નિકાવા, મોટા વડાળા અને ભ.બેરાજા, લાલપુરના ડબાસંગ, જામનગરના ધુતારપર અને દરેડમાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં થયેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જિલ્લાના દોઢ ડઝનથી વધુ ડેમો ઓવરફલો થઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને જામનગરના જીવાદોર સમાન રણજીતસાગર અને સસોઇ ડેમ પણ ઓવરફલો થઈ જતા પાણીની સમસ્યા માત્ર 24 કલાકમાં જ હલ થઈ ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular