Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરબજરંગદળ દ્વારા ગૌહત્યાના કાયદા તેમજ એનિમલ કૃઅલ્ટીનો ભંગ મામલે એસપીને આવેદનપત્ર

બજરંગદળ દ્વારા ગૌહત્યાના કાયદા તેમજ એનિમલ કૃઅલ્ટીનો ભંગ મામલે એસપીને આવેદનપત્ર

શહેરના નાગેશ્વર વિસ્તારમાં ભેંસના કપાયેલા અવશેષો મળી આવતા કાયૃવાહી કરવા માંગ

- Advertisement -

જામનગરમાં છેલ્લાં દશેક દિવસથી અમુક શખ્સો દ્વારા ગૌહત્યા કાયદાની તેમજ એનિમલ કુરલ્ટી એકટ જામનગરમાં સરેઆમ ભંગ થઈ રહ્યો છે તેમ જણાવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરો દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો છે, અને આવા તત્વો સામે તાત્કાલિક અસરથી એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં તાજેતરમાં એક ભેંસનું કપાયેલું માથું તથા ધડના મૃત દેહના અવસેસ મળી આવ્યા હતા.

આ ઉપરાંત શહેરના શંકરટેકરી વિસ્તારમાં પણ માંસના ટુકડા જાહેરમાં જોવા મળ્યા હતા. જેનો આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસવડાની કચેરીએ આજે બજરંગ દળના કાર્યકરોની ટીમ રેલી સ્વરૂપે પહોંચી હતી, અને જાહેરમાં એનિમલ કૃઅલ્ટી એક્ટ નો સરેઆમ ભંગ કરી રહેલા તત્વ સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

આ તકે બજરંગ દળ જિલ્લા સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, ધ્રુમિલભાઈ લંબાટે, જિલ્લા ગૌ રક્ષા પ્રમુખ અમિતભાઈ હરવરા, બ્લોપાસના કેન્દ્ર પ્રમુખ મિહિરભાઈ સિખલિયા સહિત બજરંગદળની ટીમ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular