લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં જાહેરમાં જૂગાર રમતા સાત શખ્સોને જામનગર એલસીબી પોલીસે ઝડપી લઇ રૂા.1,24,000 ની રોકડ રકમ, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલર કાર મળી કુલ રૂા. 3,45,000 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં લખમણભાઈ ગોજિયાની વાડીના સેઢે બાવળના ઝાડ નીચે ગંજીપતાના પાના વડે જૂગાર રમાતો હોવાની એલસીબીના કલ્પેશભાઈ મૈયડ, ક્રિપાલસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન લખમણ પાલા ગોજિયા, સાજણ રણમલ કનારા, નાગશી મંગુ વડ, સંદીપ બાબુ તરાવીયા, વેજાણંદ વીરા આંબલિયા, યુવરાજસિંહ પ્રાગજી જાડેજા તથા રણછોડ કાના મકવાણા નામના સાત શખ્સોને જૂગાર રમતા ઝડપી લઈ રૂા. 1,24,000 ની રોકડ રકમ, રૂા.21,000 ની કિંમતના 6 નંગ મોબાઇલ ફોન તથા રૂા. 2 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા.3,45,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.