ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા હર્ષદભાઈ કાલિદાસભાઈ ગોંડલીયા નામના 42 વર્ષના યુવાનના પરિવારની એક સગીરાની આ જ ગામનો સમીર સલીમ સૈયદ નામનો શખ્સ અવારનવાર પીછો કરી અને છેડતી કરતો હતો. આ અંગે હર્ષદભાઈ તેમના અન્ય પરિવારજનોને સાથે રાખી અને ઉપરોક્ત શખ્સને છેડતી નહીં કરવા માટે સમજાવવા જતા આ બાબતનું મન દુ:ખ રાખી અને આરોપી સમીર સલીમ સાથે ઇબ્રાહીમ ઉર્ફે ભોલો સલીમ સૈયદ, અજીત ઈબ્રાહીમ સૈયદ અને અમીર સલીમશા ફકીર નામના ચાર શખ્સોએ તેમને બીભત્સ ગાળો કાઢી અને લાકડાના ધોકા તથા રીક્ષાના સાયલેન્સર વડે હુમલો કર્યો હતો.

આમ, આરોપીઓ દ્વારા ફરિયાદી હર્ષદભાઈ તથા તેમની સાથે સાહેદ ધર્મેન્દ્રભાઈ અને પિયુષભાઈ પર હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવા અંગેની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ ઉપરાંત જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ થાનકી દ્વારા હાથ ધરવામાં આવી છે.