
વાહન અકસ્માતોના બનાવો વધતા જઇ રહ્યાં છે. ટુ-વ્હીલરમાં હેલમેટ અને મોટરકારમાં સીટ બેલ્ટ લોકો ઉપયોગ ના કરતાં હોય અકસ્માતો જીવલેણ પણ સાબિત થતાં હોય છે. માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા હેલમેટ અને સીટ બેલ્ટ જરુરી છે. લોકોમાં હેલમેટ અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા રહે છે. જેના ભાગરુપે લોકોમાં હેલમેટ અંગે જાગૃતિ આવે તે માટે જામનગર શહેરમાં પોલીસ દ્વારા રવિવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના લાખોટા ગેઇટ નં. 1 પાસેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં પોલીસ કર્મચારીઓની સાથે-સાથે એરફોર્સ, આર્મી અને નેવીના જવાનો હેલમેટ પહેરી જોડાયા હતાં.