Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરઢોરનો આતંક: વૃધ્ધાને ઢીકે ચડાવતા મોત, માસુમ બાળકી ઉપર ઘાતક હુમલો -...

ઢોરનો આતંક: વૃધ્ધાને ઢીકે ચડાવતા મોત, માસુમ બાળકી ઉપર ઘાતક હુમલો – VIDEO

જાગો જામનગરીઓ જાગો....જામ્યુકોના નકારા તંત્રને જગાડો...

જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અબોલ પશુઓનો ત્રાસ ગંભીર અને ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જામનગરમાં હરિયા સ્કૂલ નજીક રખડતા ઢોરે ઢીકે ચડાવતા વૃધ્ધાનું મોત નિપજ્યું હતું તેમજ મોમાઈનગર વિસ્તારમાં બનેલી કરૂણ ઘટનામાં બેથી ત્રણ રખડતા ઢોરે બાળકી ઉપર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ઘણાં સમયથી રખડતા ઢોરનો ત્રાસ અવિરત રહ્યો છે. જેમાં સમયાંતરે રખડતા ઢોર વાહનચાલકો અને પસાર થતા રાહદારીઓને ઢીકે ચડાવી હુમલો કરવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે તેમ છતં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. શહેરના દરેક વિસ્તારોમાં રહેલી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં તંત્ર ઉણુ ઉતરે છે જેના કારણે શહેરીજનોના ભોગ લેવાતા રહે છે. આવી જ વધુ એક ઘટના જામનગર શહેરમાં હરિય સ્કુલ પાસેના વિસ્તારમાં રહેતાં વૃદ્ધા રવિવારે ગાયને રોટલી ખવડાવવા ગયા હતાં તે દરમિયાન ગાયે વૃધ્ધાને ઢીકે ચડાવતા વૃધ્ધા રોડ પર પટકાત પલકવારમાં જ બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ દોડી આવેલા લોકોએ વૃધ્ધાાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં વૃધ્ધાનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જહેર કર્યુ હતું. શહેરમાં રખડતા ઢોરે વધુ એક વૃધ્ધાનો ભોગ લેતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -

જ્યારે બીજી તરફ આવી જ બનેલી ઘટનામાં શહેરના મોમાઈનગર વિસ્તારમાં શનિવારે સાંજના સમયે બાળકો તેમન ઘર પાસે શેરીમાં રમી રહ્યા હતા તે દરમિયન અચાનક જ બે થી ત્રણ રખડતા ઢોર ઘસી આવ્યા હતા અને રમી રહેલી બાળકી ઉપર અચાનક હુમલો કર્યો હતો. બાળકી ઉપર હુમલો થતા આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતાં અને બાળકીને રખડત ઢોરના ઘાતક હુમલામાંથી બચવવાનો પ્રયસ કર્યો હતો તેમ છતં ઢોરે બાળકી ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ મહામહેનતે બાળકીને બચાવી લેવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યાં બાળકીને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. શહેરના બે વિસ્તારોમાં બનેલી રખડતા ઢોરના હુમલાની ઘટનાએ શહેરીજનોમાં આક્રોશ ફેલાવી દીધો છે અને તંત્ર ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે. કેમ કે તંત્ર દ્વારા રખડતા ઢોરના મામલે કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ પણ કાર્યવાહીના નામે વોર્ડદિઠ રખડતા ઢોરને ભગાડવા માટે કામચલાઉ સ્ટાફની નિમણૂંક કરવમાં આવી હતી પરંતુ આ કાર્યવાહી પણ કયારે અભેરાઈ એ ચડી ગઇ ? તે શહેરીજનોને ખબર જ નથી.

મોટા મોટા વિકાસ કાર્યોની વાતો કરતા જન પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર શહેરમાં રહેલી વર્ષો જૂની રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતી નથી પરંતુ, શહેરીજનોની સુરક્ષા માટે પણ કામ ચલાઉ કામગીરી કરીને સંતોષ માની લ્યે છે આવી બેદરકારીભરી કામગીરીને કારણે શહેરીજનોના ભોગ લેવાતા રહે છે અને તંત્ર તથા અધિકારીઓ ઓફિસમાં બેઠાં-બેઠાં આરામથી આવી ઘટનાઓ નિહાળીને કાગળ પર કાર્યવાહીને નામે પ્રજાને આશ્ર્વાસન આપતા રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular