Friday, September 13, 2024
Homeરાજ્યહાલારજામનગર જિલ્લામાં રેલ્વેનાં આધુનિકીકરણની દિશામાં વધુ એક પગલું

જામનગર જિલ્લામાં રેલ્વેનાં આધુનિકીકરણની દિશામાં વધુ એક પગલું

રિલાયન્સના સાઈડીંગનું ઈલેક્ટ્રીફીકેશન

- Advertisement -

દેશભરમાં રેલ્વે સેવાને વધુ લોકભોગ્ય અને સુવિધાસભર બનાવવાના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોના ભાગરૂપે રેલ્વે લાઈનોનું ઈલેક્ટ્રીફીકેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના રેલ્વે સાઈડીંગનું પણ વિદ્યુતીકરણ કરીને રેલ્વેના આધુનિકીકરણ સાથે કદમ મિલાવ્યા છે એમ ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વિનીકુમારે જણાવ્યું હતું. રિલાયન્સ રેલ્વે સાઈડીંગ ખાતે યોજાયેલા એક ઔપચારિક સમારોહમાં ડી.આર.એમ. અશ્વનિકુમારે રિલાયન્સના સાઈડીંગના ઈલેક્ટ્રીફીકેશનનું ઉદ્ઘાટન કરતાં જામનગર જિલ્લામાં થઈ રહેલી રેલ્વેની વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણીના પ્રતિનિધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભારત – 2047’ના સ્વણપ્નને સાકાર કરવામાં અમારું મેનેજમેન્ટ હંમેશાં સાથે રહેશે. રેલ્વે દ્રારા મળી રહેલ સહયોગ બદલ રેલવેનો આભાર માનતા રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ માળખાકીય પ્રોજેક્ટની સરાહના કરી હતી. રાજકોટથી કાનાલુસ સુધીના ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટથી આ વિસ્તારને ઘણો લાભ થશે તેમ પણ જણાવ્યુ હતું.

આ પ્રસંગે વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular