જામનગર શહેરમાં નાગનાથના નાકે આજે સવારે સવારના સમયે રસ્તો ક્રોસ કરતા વૃદ્ધાને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ નાકા પાસે આજે સવારના સમયે લાલવાડી પટેલ સમાજ પાસે નાગમતી ભવન આવાસમાં રહેતાં ગોદાવરીબેન મોહનલાલ મઢવી નામના વૃધ્ધા રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન જીજે-10-ટીટી-8478 નંબરના ટ્રકચાલકે વૃધ્ધાને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવથી લોકો એકઠા થઈ ગયા હતાં અને પોલીસમાં જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે વૃધ્ધાના મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.