Sunday, April 11, 2021
Homeરાષ્ટ્રીયકાલે પાંચ રાજયોની ચૂંટણીનો મહત્વપૂર્ણ તબકકો

કાલે પાંચ રાજયોની ચૂંટણીનો મહત્વપૂર્ણ તબકકો

આસામમાં અંતિમ, બંગાળમાં ત્રીજા જ્યારે પુડ્ડુચેરી, કેરળ, તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન

- Advertisement -

પશ્ચિમ બંગાળ વિધાનસભાના ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ ગયો છે. જે સાથે જ આસામના ત્રીજા અને અંતીમ તબક્કા માટેનો પ્રચાર પણ રવિવારે પૂર્ણ થઇ ગયો હતો. આ ઉપરાંત પુડ્ડુચેરી, કેરળ અને તમિલનાડુમાં પ્રથમ અને અંતિમ તબક્કા માટેનો પ્રચારપડઘમ શાંત પડયો હતો અને છ એપ્રીલે મતદાન યોજાશે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને આસામમાં અગાઉ 27 માર્ચ અને એક એપ્રીલના રોજ મતદાન પૂર્ણ થઇ ગયું હતું.
છ એપ્રીલના રોજ હવે મતદાન યોજાશે, જેમાં આસામમાં ત્રીજા અને અંતીમ તબક્કા માટે મતદાન થશે જ્યાં 337 ઉમેદવારોનું ભાવી દાવ પર છે. જ્યારે તમિલનાડુમાં છ એપ્રિલે મતદારો સત્તાધારી પક્ષ એઆઇડીએમકેને ત્રીજી વખત સત્તા આપવી કે નહીં તે નક્કી કરવા મતદાન કરશે. તમિલનાડુમાં એઆઇડીએમકે અને ડીએમકે વચ્ચે ટક્કર જોવા મળશે. તમિલનાડુમાં આ ચૂંટણી દિવંગત નેતાઓ જે. જયલલીતા અને એમ. કરૂણાિનિધ વગર યોજાવા જઇ રહ્યા છે. ભાજપનું અહીં સત્તાધારી પાર્ટી સાથે ગઠબંધન છે. જ્યારે ડીએમકેને અન્ય પક્ષોનો સહારો છે.

- Advertisement -

એમએનએમ નેતા અને અભિનેતા કમલ હાસન પણ ચૂંટણીમાં ઝંપલાવવા જઇ રહ્યા છે. તેઓ અહીંના કોયંબતુર દક્ષિણથી પોતાની કિસ્મત અજમાવવા જઇ રહ્યા છે જે પશ્ચિમી વિસ્તારનો ભાગ છે જેને અન્નાદ્રમુકનો ગઢ પણ માનવામાં આવે છે. સ્ટાલિનનો પક્ષ પણ આ વિસ્તારમાં પકડ મજબુત કરવાના પ્રયાસો કરી રહ્યો છે. છ એપ્રીલના તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, પુડ્ડુચેરી અને આસામ એમ પાંચ રાજ્યોમાં મતદાન યોજાવા જઇ રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણીના આ માહોલમાં છ એપ્રીલ ઐતિહાસિક તબક્કો પણ માનવામાં આવે છે. છ એપ્રિલે બંગાળ અને આસામમાં ત્રીજા તબક્કા માટે, કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે. પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોનું મતદાન છ એપ્રીલે પૂર્ણ થઇ જશે જે બાદ માત્ર પ. બંગાળનું મતદાન યોજાતું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular