Saturday, April 20, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી માહોલ...!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂત ચાલને કારણે ભારતીય શેરબજાર હાલ દબાણ હેઠળ જોવા મળી રહ્યું છે જો કે ક્રુડ તેલના ભાવમાં ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં અને ચોમાસાની સારી પ્રગતિના અહેવાલે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં સુધારો જોવાયો હતો. ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો નથી, ત્યારે અગાઉના અહેવાલોને બજારે હાલમાં ડીસ્કાઉન્ટ કર્યાનું જણાતા ઈન્ડેક્સ બેઝડ ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં બોન્ડ યીલ્ડમાં વૃદ્વિ સાથે મજબૂતી આવતાં અને કોમોડિટીઝના ભાવોમાં ઘટાડાની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે દરેક ઉછાળે સાવચેતી યથાવત્ રહી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

મહામારી બાદ હવે મંદીની દહેશતે ઉભરતા દેશોના શેરબજારો કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં નોંધપાત્ર તૂટયા છે અને તે વર્ષ ૧૯૯૮ પછીનો સૌથી ખરાબ દેખાવ કર્યો છે. મંદી, મોંઘવારી અને વ્યાજદર વધવાના પરિણામે વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા હોવાથી ભારત સહિતના ઇમર્જિંગ માર્કેટ્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. વધતો ફુગાવો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળોના પગલે પૂરા થયેલા જૂન માસમાં બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૫%ની પીછેહઠ થઈ હતી જે છેલ્લા ૨૭ માસમાં સૌથી મોટો એટલે કે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે.

વિતેલા જૂન માસમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં સતત વધતો ફુગાવો, વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારાથી ડિફોલ્ટના કેસ વધવાના જોખમ સાથે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનવાની ભીતિની ભારતીય શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. વિદેશી રોકાણકારો દ્વારા સતત ભંડોળ પાછું ખેંચાવાની બીજી તરફ ડોલર સામે રૂપિયો તળિયે પટકાતા બજારમાં ગભરાટ વધ્યો હતો આ ઉપરાંત ભારત સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતાનો એક નવો મુદ્દો ઉભો થયો છે. રશિયા – યુક્રેન યુદ્ધ પણ અવિરત ચાલી રહ્યું છે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર અફડાતફડી થવા સાથે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં આગામી સમયમાં વધુ એક વ્યાજદર વધારો થવાની શક્યતાની પણ બજાર પર અસર જોવા મળી હતી. આ અહેવાલો પાછળ વિતેલા જૂન માસમાં ભારતીય શેરબજારોનું વાતાવરણ ખરડાઈ જવા પામ્યું હતું.

- Advertisement -

એનએસડીએલના પ્રાથમિક આંકડા મુજબ ૨૯ જૂન સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સએ ભારતીય બજારમાંથી અંદાજીત રૂ.૫૦,૦૦૦ કરોડ પાછા ખેંચ્યા છે, જે માર્ચ ૨૦૨૦ પછીનો બીજો સૌથી મોટો આઉટફ્લો છે. આ સાથે ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરથી જૂન સુધીના પ્રથમ છ માસિકગાળામાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતના સેકન્ડરી માર્કેટમાંથી અંદાજીત કુલ રૂ.૨.૨૪ લાખ કરોડ પાછાં ખેંચવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ અંદાજીત રૂ.૨.૨૭ લાખ કરોડની નવી ખરીદી હાથ ધરી હતી. એફપીઆઇ ઓક્ટોબર ૨૦૨૧થી સતત ભારતીય બજારમાં ચોખ્ખા વેચવાલની ભૂમિકામાં રહ્યા છે.

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૯,૮૬૯.૫૨ કરોડની ખરીદી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૦,૮૩૫.૫૪ કરોડની ખરીદી તેમજ જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૮,૮૨૪.૮૯ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૦,૬૫૨.૭૧ કરોડની વેચવાલી, મે ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૪,૨૯૨.૪૭ કરોડની વેચવાલી તેમજ જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૬૦,૧૦૧.૪૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, મોંઘવારી સામે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે તેના કારણે સ્ટીલ, ખાધતેલ અને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી છે પણ ફુગાવાનો દર રિઝર્વ બેંકની ધારણા અનુસાર ડિસેમ્બર સુધી ઘટશે એવી શક્યતા ઓછી છે. દરમિયાન, યુરોપમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અર્થતંત્ર ઉપર અસર પડશે અને આર્થિક વિકાસ દર ધીમો પડી શકે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ સરેરાશ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ અને ચોમાસું સારું રહે છતાં પણ મોંઘવારીમાં ડિસેમ્બર સુધી કોઇ રાહત મળવાની શક્યતા જોવાતી નથી.

વૈશ્વિક ફુગાવા – મોંઘવારીના સંકટ અને ઊંચા વ્યાજ દરની સ્થિતિ અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત છતાં પરિસ્થિતિ હજુ અનિશ્ચિત બની રહી છે. જેના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી મોટી ઉથલપાથલ જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારમાં સતત મોટાપાયે વેચવાલ બન્યા છે. લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

કોર્પોરેટ પરિણામોમાં કંપનીઓ કાચામાલના વધતાં ખર્ચનો બોજ પરિણામો પર અસર કરનારો હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગી છે પરંતુ ચાઈના કોરોનાકાળમાંથી બહાર આવીને આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં સપ્લાય ચેઈનની પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા અને ફુગાવાની સ્થિતિ હળવી થવાની અને રાહત થવાની અપેક્ષાએ ભારતીય શેરબજાર ઘટયામથાળે ઝડપી વધી આવ્યા છે. ત્યારે હવે ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ અને ક્રુડના ભાવની સ્થિતિ પર નજર રહેશે, ઉપરાંત અનિશ્ચિતતાના સમયમાં બજારમાં ભારે વધઘટની શકયતા હજુ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 15774 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 15474 પોઇન્ટના પ્રથમ અને 15303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 15808 પોઇન્ટથી 15930 પોઇન્ટ, 16006 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16006 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 33734 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 33303 પોઇન્ટના પ્રથમ અને 33188 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 33909 પોઇન્ટથી 34008 પોઇન્ટ, 34188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 34188 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 700 ) :- પ્રાઈવેટ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.686 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.676 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.717 થી રૂ.730 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.737 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) રામકો સિમેન્ટ્સ ( 641 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.616 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.606 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.663 થી રૂ.670 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓરબિન્દો ફાર્મા ( 517 ) :- રૂ.494 નો પ્રથમ તેમજ રૂ.488 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.533 થી રૂ.540 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) દાલમિયા ભારત સુગર ( 314 ) :- સુગર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.332 થી રૂ.340 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.297 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) મિન્દા કોર્પોરેશન ( 200 ) :- રૂ.188 નો પ્રથમ તેમજ રૂ.173 ના સ્ટોગ સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.213 થી રૂ.220 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) જય કોર્પ ( 114 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.103 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.121 થી રૂ.128 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) સંઘવી મૂવર્સ ( 224 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.208 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.237 થી રૂ.250 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બેન્કો પ્રોડક્ટ્સ ( 175 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.160 આસપાસ રોકાણકારે રૂ.188 થી રૂ.195 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.147 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) અદાણી એન્ટરપ્રાઈઝ ( 2236 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2188 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટ્રેડિંગ – મિનરલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2263 થી રૂ.2270 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એસીસી લિમિટેડ ( 2171 ) :- આ સ્ટોક રૂ.2133 નો પ્રથમ તેમજ રૂ.2108 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.2194 થી રૂ.2208 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) લાર્સન & ટુબ્રો ( 1552 ) :- ૩૦૦ શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.1517 નો પ્રથમ તેમજ રૂ.1507 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ  & કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.1577 થી રૂ.1590 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1484 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1508 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1517 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1470 થી રૂ.1444 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1530 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( 1096 ) :- રૂ.1117 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1133 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.1077 થી રૂ.1063 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.1150 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) વિપ્રો લિમિટેડ ( 423 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.447 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.454 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.404 થી રૂ.393 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.460 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ફિલાટેક્સ ઈન્ડિયા ( 93 ) :- અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.103 થી રૂ.112 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.83 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) આદિત્ય બિરલા કેપિટલ ( 89 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.80 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.94 થી રૂ.103 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ડીસીબી બેન્ક ( 74 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.66 નો પ્રથમ તેમજ રૂ.62 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.77 થી રૂ.83 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) એલેમ્બિક લિમિટેડ ( 63 ) :- રૂ.57 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.67 થી રૂ.73 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.73 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 15474 થી 16006 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular