Tuesday, September 27, 2022
Homeરાષ્ટ્રીયકેજરીવાલ બાદ હવે કોંગ્રેસની ‘રેવડી’

કેજરીવાલ બાદ હવે કોંગ્રેસની ‘રેવડી’

પ્રદેશ કોંગ્રેસના સંકલ્પ પત્રમાં ખેડૂતોને મફત વિજળી, 3 લાખના દેવા માફ, પશુપાલકોને સબસિડી, ખેત ઉત્પાદનમાં બોનસ જેવી જાહેરાત

- Advertisement -

રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યોજેલ દ્વારકા ચિંતન શિબિર દરમ્યાન ઘોષણા પત્ર સમાવેશ કરેલ હતો આ તકે રાજકોટ વિધાનસભા-2022ની ચુંટણીઓ માટેના માટેના સંકલ્પપત્ર જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલીત કગથરા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે 2022 પછી બનનારી કોંગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોના રૂ. 3 લાખ સુધીના તમામ દેવા માફ, પશુપાલકોને 1 લીટર દૂધદીઠ રૂ.5 સબસીડી, ખેત વીજજોડાણનાં જોડાણની વીજળી ફ્રી તથા દિવસના ભાગે 10 કલાક વિજળી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્થાઓમાંને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્દ્રો, ખેત ઉત્પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં 50ટકાનો ઘટાડો સહિતના 2022 વિધાનસભાની ચુંટણીઓ પછી આવનારી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્પપત્ર-ચૂંટણી ઢંઢેરાની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે.ભાજપના 27 વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વિમા સહિતના અનેક હક્કો ભાજપે ઝુંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવલ્લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરી હતી. વધુમાં કોંગી નેતાઓના જણાવ્યું હતુ કે ગુજરાત વીજળી સરપ્લસ રાજ્ય થયું છે. છતાં પણ આ વીજળીનો લાભ રાજ્યના ખેડૂતો કે જનતાને મળતો નથી. કોંગ્રેસ પક્ષની સરકાર તમામ ખેડૂતોને વીજળીનાં મીટરો નાબૂદ કરીને દિવસના ભાવે 10 કલાક ફ્રી વીજળી આપશે. રાજયના ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે પોતાનું ખેત ઉત્પાદન વેચવું પડે છે. એટલે ખેડૂતોને ખેતીમાં નુકશાન જાય છે અને સરવાળે ખેડૂત દેવાદાર બને છે.

- Advertisement -

ખેડૂતોને આ વિષચક્રમાંથી બચાવવા માટે ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ખેત પેદાશની ખરીદી ના થઈ શકે તેવો કાયદો કોંગ્રેસ પક્ષની સરકાર વિધાનસભામાં લાવશે અને છતીસગઢની કોંગ્રેસ સરકારના ધોરણે દરકે પ્રકારના ખેત ઉત્પાદનના વેચાણમાં ઓછામાં ઓછું રૂ.20 બોનસ મણદીઠ (20 કિલો દિઠ) ખેડૂતોના ખાતામાં ચૂકવાશે. સહકારી સંસ્થાઓને ભાજપની ચુંગાલમાંથી મુક્તિ અપાવેશે કોંગ્રેસ પક્ષની સરકાર નવી જમીન માપણીને સંપૂર્ણપણે ફગાવીને ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવશે. એટલું જ નહીં પરંતુ હદ નિશાનના પથ્થરો પણ લગાવી દેશે. જેથી ભવિષ્યમાં પણ કોઈ વિવાદ થાય નહીં. આ માપણીને આધારે આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતને પૂન: વૈશ્ર્વિક ’મિલ્ક સ્ટેટ’નો દરજ્જો અપાવવા માટે દરેક પશુપાલકોને દુધના દરકે લીટરદીટ રૂ.પાંચનું બોનસ/સબસીડી આપીને પશુપાલકો, ખેડૂતોની દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધારવા તથા પશુપાલકોની આવક વધારવામાં ગુજરાતની કોંગ્રેસની સરકાર મદદ પુરી પાડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular