જામનગર નજીક ઠેબા ચોકડીથી મહાપ્રભુજી બેઠક તરફ જવાના માર્ગ પરથી યુવકના હાથમાં રહેલો મોબાઇલ અજાણ્યો એકટીવા ચાલક ઝૂંટવી લઇ નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર નજીક આવેલાં ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ જવાના માર્ગ પર આવેલાં ગેરેજ પાસે રહેલાં આકાશ કુલદીપ વર્મા નામનો યુવક તેના મોબાઇલ ફોનમાં વાત કરતો હતો તે દરમ્યાન બપોરના સમયે અજાણ્યા એકટીવા સ્કૂટર ચાલકે આવીને આકાશના હાથમાંથી રૂા.5000ની કિંમતનો મોબાઇલ ફોન ઝૂંટવી લઇ પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ જાણ કરતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે યુવકના નિવેદનના આધારે અજાણ્યા એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.