જામનગર શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલા પાણીના ખાડામાંથી આજે સવારે ફાયર વિભાગની ટીમે શોધખોળ આરંભી યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ માટે મૃતદેહ યુપીના યુવાનનો હોવાનું ખુલ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલાં પાણીના ખાડામાં ગઇકાલે કોઇ યુવાનનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમે શોધખોળ આરંભી હતી. પરંતું પતો લાગ્યો ન હતો. ત્યારબાદ આજે સવારે ફરીથી ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાતા મૃતદેહ મળી આવ્યો હતો. અને આ મૃતદેહ પોલીસને સોંપાય બાદ ઓળખ મેળવતાં હેમંતકુમાર દિવેદી(રે.ઉત્તરપ્રદેશ) લખેલું આઇડી કાર્ડ મળી આવ્યું હતું. તેના આધારે પોલીસ ટીમે મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે તપાસ આરંભી હતી.