લાલપુર બાયપાસ નજીક એપલ ગેઇટ પાસે ગઇકાલે રાત્રીના સમયે મર્સિડીસ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ટ્રાફિક પીએસઆઇ એ.એચ. ચોવટ અને સ્ટાફના મહેન્દ્રસિંહ ઝાલા, પારસ ફલીયા તથા રામસિંહ ગોહીલ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી.