શિયાળામાં સ્નાન માટે દરેક વ્યક્તિ બાથરુમમાં ઇલેકટ્રીક ગિઝર અને ગેસ ગિઝરનો ઉપયોગ કરે છે. પરંતુ આ સમયે થોડીક બેદરકારી તમારો જીવ જોખમમાં મૂકી શકે છે. તો ચાલો જાણીએ તે અંગે શું સાવચેતી રાખવી જોઇએ.
શિયાળાના આગમન સાથે જ ગરમ પાણીનો વપરાશ વધતો જોવા મળે છે. લોકો હાથ-મોઢુ ધોવા માટે પણ ગરમ પાણી વાપરે છે. તો વળી ઘરકામમાં પણ ગરમ પાણી વાપરતા જોવા મળે છે. ત્યારે લોકો ઇલેકટ્રીક ગિઝર કે ગેસ ગિઝરનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે ઘણી વખત ગિઝરના ઉપયોગથી અકસ્માતો સર્જાય છે અને વ્યક્તિને જીવ પણ ગુમાવવો પડે છે.
ગિઝરનું વેચાણ, સમારકામ અને સર્વિસ કરનાર નિષ્ણાંતો કહે છે કે, ગિઝરના કારણે અકસ્માતો સર્જાતા નથી પરંતુ બેદરકારીના કારણે અકસ્માતો સર્જાતા હોય છે.
-ગિઝરની જાળવણી ખૂબ જરુરી છે. સમયસર તેની સર્વિસ જરુરી છે.
-ગિઝરનો ઉપયોગ કરો ત્યારે બાથરુમમાં વેન્ટીલેશન કે હવાબારી હોવી જરુરી છે.
-ઇલે. ગિઝર કતા ગેસ ગિઝર વધુ તાત્કાલિક ગરમ પાણી ઓપ છે. તેને સ્ટોર કરવાની જરુર નથી રહેતી.
-ગિઝરનો વપરાશ ન હોય ત્યારે તેને વ્યવસ્થિત રીતે મેઇન્ટેઇન કરી રાખવું જોઇએ. જ્યારે લાંબા સમય બાદ ફરી ગિઝર વપરાશમાં આવે ત્યારે પ્રથમ તેની સર્વિસ કરાવવી જોઇએ.
-ગેસ ગિઝરમાં સિલિન્ડરો વચ્ચેનું અંતર વધારે ન હોવું જોઇએ. પાઇપો પણ લાંબી ન હોવી જોઇએ અને સમયાંતરે તેને બદલતી રહેવી જોઇએ.
-કંપનીના અને આઇએસઆઇ પાઇપોનો જ ઉપયોગ કરવો જોઇએ.
-જો ગેસ ગિઝરમાં રેગ્યૂલેટર લીક થાય તો તે આગનું કારણ બની શકે છે.
-ગિઝર બાથરુમની બહાર લગાવવું હિતાવહ છે. બાથરુમમાં જતા પહેલા તેને ઓન કરી ઉપયોગ કરી બંધ કરી પછી બાથરુમમાં જવું હિતાવહ છે.
-સ્નાન કરતી વખતે ગિઝર ચાલુ રાખવું ન જોઇએ. તેમાંથી જે ગેસ નિકળે છે તેને કાર્બનમોનોકસાઇડ જેવો કે તે કહી શકાય જે સીધ મગજમાં અસર કરે છે. જો સ્નાનમાં વધુ સમય લાગે તો આ ગેસ મગજને નિષ્ક્રીય બનાવે છે.
-જો ગિઝર બહાર લગાવેલું ન હોય તો હંમેશા તેને બંધ કરીને જ બાથરુમમાં નહાવા જવું જોઇએ.
આમ, ગેસ ગિઝર કે ઇલે. ગિઝરના ઉપયોગ સમયે કાળજી રાખવી. આપણા જીવન માટે જરુરી છે તો શું તમે આમાંથી કોઇ ભૂલો તો નથી કરી રહ્યાં ને??