Saturday, December 7, 2024
Homeરાજ્યજામનગરમેઘપર ગામમાંથી એક સાથે બે-બે બોગસ તબીબ ઝડપાયા

મેઘપર ગામમાંથી એક સાથે બે-બે બોગસ તબીબ ઝડપાયા

એસઓજીની ટીમનો દરોડો : દવાઓ અને સાધનો કબ્જે કર્યા : પશ્ર્ચિમ બંગાળના બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એસઓજીની ટીમે દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતાં બે બોગસ તબીબોને દબોચી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો સંદર્ભે મળેલી બાતમીના આધારે એસઓજીના પીઆઇ બી એન ચૌધરી તથા પીએસઆઈ એલ. એમ. ઝેર તથા સ્ટાફ દ્વારા પ્રોવાસ મિત્યાનંદા બિશ્વાસ (ઉ.વ.46) (રહે. પશ્ચિમ બંગાળ) નામના બોગસ તબીબ પાસે કોઇ મેડીકલની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપી લઇ તેની પાસેથી દવાઓ અને સાધનો સહિત કુલ રૂા.3406 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ મિલ્ટન રતન બિશ્વાસ (ઉ.વ.24) (રહે. પશ્ચિમ બંગાળ) નામનો શખ્સ બોગસ તબીબ બની દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.2705 ની કિંમતની દવાઓ અને સાધનો સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગનળી કાર્યવાહી માે મેઘપર પોલીસને સોંપી આપ્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular