Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરપટેલ કોલોની શેરી નંબર-7માં તરૂણીને કારચાલકે ધમકી આપી

પટેલ કોલોની શેરી નંબર-7માં તરૂણીને કારચાલકે ધમકી આપી

સામાપક્ષે યુવાને યુવતી સહિતના ચાર સામે ફરિયાદ નોંધાવી : પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં વધતી જતી લુખ્ખાગીરીનો વધુ એક બનાવ બન્યો છે જેમાં તરૂણ તેના મિત્ર સાથે પટેલ કોલોની શેરી નંબર-7 માંથી પસાર થતા હતાં તે દરમિયાન સામેથી આવી રહેલા કાર ચાલકને ગાડી જોઇને ચલાવાવનું કહેતા ગાળો કાઢી ધમકી આપી હતી. આ બનાવમાં સામાપક્ષે પણ યુવાને યુવતી સહિતના ચાર વ્યક્તિઓએ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતી પુજાબેન ઉર્ફે પુરીબેન કાનાભાઈ કારીયા નામની તરૂણી તેના મિત્ર જય સાથે તેના ઘરેથી પટેલ કોલોનીમાં જતા હતાં તે દરમિયાન શેરી નંબર-7 પાસેના રોડ પરથી પસાર થતા હતાં ત્યારે સામેથી કાર આવી જતા કારચાલકને તરૂણીએ જોઇને ચલાવો અમારી સામે કેમ ચલાવો છો ? તેમ કહેતા અજાણી કારના ચાલકે તરૂણી સાથે રહેલા જયને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝપાઝપી કરી હતી. અને જતા જતા તરૂણીને ગાડી સામે આવીશ તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ ચાલક નાશી ગયો હતો. બનાવ અંગેની તરૂણી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

સામાપક્ષે મિહીર સંજય બરછા નામના યુવાન તેના મિત્ર સાથે એકટીવા પર જતો હતો તે દરમિયાન વાલ્કેશ્વરી નજીક નિધિ કરશન પરમાર, જય રામજી આસુન્દ્રા, પુજાબેન ઉર્ફે પુરીબેન કાના કારીયા અને અંજલીબેન ઉર્ફે મીરા કાના કારીયા નામના ચાર શખ્સોએ મિહીરને આંતરીને તુ પટેલ કોલોનીમાં તારા મિત્રો ભેગો હતો ત્યારે શું સીનસપાટા કરતો હતો ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular