Monday, March 17, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા એક ડઝન જૂગારીઓ ઝડપાયા

જામનગરમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા એક ડઝન જૂગારીઓ ઝડપાયા

પોલીસે 24,350 ની રોકડ રકમ અને ઘોડીપાસા કબ્જે કર્યા: ખોડિયાર કોલોનીમાંથી વર્લીબાજ ઝબ્બે : 11600 ની રોકડ રકમ કબ્જે કરતી પોલીસ

જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા 12 શખ્સસોને બેડી મરીન પોલીસે રેઈડ દરમિયાન રૂા.24350 ની રોકડ રકમ અને ઘોડીપાસાના ચાર નંગ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે બેડી મરીન પોલીસે રેઈડ દરમિયાન ફિરોજ ઉર્ફે પપ્પુ હુશેન ખફી, રવજી નારણ વાગોણા, મુકેશ વેજા ઓડેદરા, અનિલ હરી નંદા, રવિ સુખા કંબોયા, આમીન મુસા કકકલ, વિશાલ કાનજી રાઠોડ, ભાવેશ મહેશ હરવાણી, સરફરાજ સાદીક સીપાઈ, ફારુક હુશેન ઓડીયા, સતિષ દેવરાજનકુમાર, રવિ મગન ચૌહાણ નામના બાર શખ્સોને પોલીસે રૂા.24,350 ની રોકડ રકમ અને ઘોડીપાસાના ચાર નંગ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઈમરાન ઈસ્માઇલ દલવાણી નામના શખ્સને વર્લીના આંકડા લખેલી ડાયરી અને 11600 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular