ભાણવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં રહેતો મેર યુવાન એકાએક ગૂમ થતાં તેના ભાઇએ ભાણવડ પોલીસ થાણે જાણ કરતાં પોલીસે ગુમનોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભાણવડ જામખંભાળિયા હાઇવે માર્ગ ઉપર મોટા ગુંદાની સીમમાં રહેતો દીપુ માલદેભાઇ ખુંટી (ઉ.વ.23) નામનો મેર યુવાન ગત્ તા. 10ના રોજ કોઇને કહ્યા વગર બપોરે ચારેક વાગ્યાના સુમારે જતો રહ્યો છે. તેના પરિવારજનોએ અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં હજી સુધી તેનો કોઇ પત્તો લાગ્યો નથી. આથી ગુમ થનાર યુવકના ભાઇ અરસીભાઇ માલદેભાઇ ખુંટીએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ગૂમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાણવડના પીએસઆઇ પી. એમ. ગોરફાડે જણાવ્યું છે કે, ગુમ થનાર યુવાને સફેદ કલરનો શર્ટ, કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. પાંચ ફુટ ઊંચાઇ સાથે મઘ્યમ બાંધાના યુવાનનો કોઇને પત્તો લાગે તો ભાણવડ પોલીસને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.