જામનગર શહેરમાં ટેમ્પોધારકો દ્વારા કંપની દ્વારા ટેમ્પોગાડીમાં ખામી હોય તેનો ઉકેલ આવતો ન હોય ટેમ્પો ગાડી સાથે ઉંટગાડી જોડી શોરૂમ ખાતે જઈ વિરોધ દર્શાવ્યો હતો.
અશોક લે લેન્ડ કંપનીના વાહનોમાં ખામી સર્જાતી હોય આ અંગે રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા જામનગરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ દ્વારા ખામીવાળા ટ્રકને ઉંટગાડી સાથે બાંધીને કંપનીના દ્વારે લઇ ગયા હતાં. એક સાથે ચાર થી પાંચ જેટલા વાહનોને આ રીતે ઉંટ ગાડી સાથે બાંધીને લઇ જતા જોવા મળતા લોકોમાં પણ કુતુહલ ફેલાયું હતું અને આ રીતે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ દ્વારા અનોખો વિરોધ દર્શાવ્યો હતો.