Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરમોટી હવેલી દ્વારા ત્રિ-દિવસીય ગૌરક્ષા મહાયજ્ઞ

મોટી હવેલી દ્વારા ત્રિ-દિવસીય ગૌરક્ષા મહાયજ્ઞ

રિલાયન્સ ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

- Advertisement -

જામનગરમાં મોટી હવેલી દ્વારા ત્રિ-દિવસીય ગૌરક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પ.પૂ. વલ્લભરાય મહોદય, રિલાયન્સ ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી તેમજ હાલારના સાંસદ પૂનમબેન માડમ સહિતના અગ્રણીઓએ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જામનગરમાં મોટી હવેલીના ગાદીપતિ પૂ.108 હરીરાયજી મહારાજની આગના અને પૂ.વલ્લભરાય મહોદયના માર્ગદર્શન હેઠળ લમ્પીગ્રસ્ત વાયરસથી પીડિત ગૌ માતા માટે ગૌરક્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા.6 ઓકટોબરથી શરૂ થયેલો આ મહાયજ્ઞ 8 ઓકટોબરના પૂર્ણ થશે. મોટી હવેલી વાળી ગૌશાળા ખાતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞના ત્રણ દિવસ દરમિયાન કુરજીભાઇ મુંગરા, હરિદાસ જીવણદાસ લાલ પરિવાર તેમજ દિનેશભાઈ કટારિયા પરિવાર યજ્ઞનો લાભ લેશે. આ મહાયજ્ઞમાં પ.પૂ. વલ્લભરાય મહોદય, રિલાયન્સના ગુ્રપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, યજ્ઞના લાભાર્થી દિનેશભાઈ કટારિયા (મારફતિયા) સહિતના અગ્રણીઓ તેમજ ગૌશાળાના સંચાલકો, ગૌપાલકો, ગૌરક્ષક સંસ્થાઓ વગેરે જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular