પાટણ જીલ્લામાં જમીન દફતર મોજણી કચેરીમાં વર્ગ-3ના સિનિયર સર્વેયરને જાગૃત નાગરિકની જામીનમાં હદ અને નિશાન નકકી કરવા ઓનલાઇન અરજી કરી હોય. અરજીની તપાસ અર્થે આવેલ સર્વેયરએ જમીનની સીટ તૈયાર કરવા માટે 10,000ની લાંચ લેતાં એસીબીની ટીમે છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત મુજબ પાટણ જિલ્લામાં રેહતા એક નાગરિકે પોતાની ગામની સંયુકત માલિકીની જમીન હોય જે ખેતીની જમીનમાં સલાર પ્લાન્ટ નાખવા માટે ભાડે આપવાની હોય તે જમીનની હદ અને નિશાન નકકી કરાવવા માટે જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઇન અરજી કરી હતી. આ અરજીમાં તપાસ અર્થે પાટણ જમીન દફતર મોજણી કચેરીમાં સિનિયર સર્વેયર તરીકે ફરજ બજાવતાં ધ્રુવ પરષોત્તમદાસ પટેલએ સર્વે કરી જમીનની સીટ તૈયાર કરવા માટે રૂા.10,000ની લાંચની માંગણી કરી હતી.આ લાંચ મામલે જાગૃત નાગરિકે પાલનપુર બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
ત્યારબાદ એસીબી પીઆઇ એન.એ.ચૌધરી તથા સુપર વિઝન અધિકારી મદદનીસ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કે.એચ.ગોહિલએ પાટણમાં નવા બસ સ્ટેન્ડ પાસે છટકું ગોઠવી સિનિયર સર્વેયર ધ્રુવ પરષોત્તમભાઇ પટેલને રૂા.10,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણના સિનિયર સર્વેયર લાંચ લેતાં ઝડપાયા
સર્વે કરેલ જમીનની સીટ તૈયાર કરવા રૂા.10,000ની માંગણી