ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાં રાણપુર ગામ નજીકથી કાચા રસ્તે આવેલી ઝાડીઓમાં દેશી દારૂ અંગેની પ્રવૃત્તિ થતી હોવા અંગેની માહિતી ભાણવડ પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કેસુરભાઈ ભાટિયા અને જેસાભાઈ બેરાને મળતા આ સંદર્ભે ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શક હેઠળ અહીં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળે ધ્રામણીનેશ વિસ્તારમાં રહેતા બીજલ ઢુલા મોરી નામના શખ્સ દ્વારા દેશી દારૂનો મોટો જથ્થો હેરફેર કરવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સ્થળેથી પોલીસે રૂ. 50,000ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી બિઝલ મોરી પોલીસને હાથ લાગ્યો ન હતો. આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.