જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતો યુવાન રાત્રિના સમયે બાઇક પર ગામ તરફ આવતો હતો તે દરમિયાન બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાન ચાલકનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો હિતેશ પંકજભાઈ ગોહિલ (ઉ.વ.27) નામનો યુવાન ગત તા.30 ના રોજ રાત્રિના સમયે તેના જીજે-10-સીબી-2029 નંબરના બાઈક પર તેના ગામ તરફ જતો હતો ત્યારે રાજકોટ ધોરીમાર્ગ બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ થવાથી હિતેશને શરીરે છાતીમાં તથા મોઢામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કિશોર દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.