Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરમોબાઇલ સ્ટેટસ મુકી તરૂણે વીજરખી ડેમમાં ઝંપલાવ્યું

મોબાઇલ સ્ટેટસ મુકી તરૂણે વીજરખી ડેમમાં ઝંપલાવ્યું

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રહેતાં તરૂણે ગુરૂવારે સાંજના સમયે તેના મોબાઇલમાં સ્ટેટસ મૂકી અગમ્યકારણોસર વીજરખી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટીમાં રહેતો અબ્દુલ કાદીર અબ્બાઅલી સાલેભાઈ કેરુન (ઉ.વ.16) નામના તરૂણે તા.30 ના રોજ સાંજના સમયે તેના મોબાઇલમાં ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના’ એવું વીજરખી ડેમ સાથેનું સ્ટેટસ મૂકી જામનગરથી 22 કિ.મી. દૂર આવેલા વીજરખી ડેમના પાણીમાં ઝંપલાવી આપઘાત કરતા તરૂણને મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ડેમમાંથી તરૂણનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી મૃતકના માતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular