કલ્યાણપુરથી આધારે 26 કિલોમીટર દૂર લીંબડી ચોકડી પાસે આવેલી એક હોટલ નજીકથી પોલીસે મોડી રાત્રીના સમયે રૂા. 35 હજારની કિંમતની દેશી બનાવટની ઓટોમેટીક પિસ્તોલ તથા ત્રણ નંગ કાર્ટીજ સાથે નીકળેલા મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જીલ્લાના અને હાલ જુહુ- મુંબઈ ખાતે રહેતા રાજેશ રમેશભાઈ રામ ગુપ્તા નામના શખ્સને ઝડપી લઇ, તેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.